32 નાણાવટી રે સાજન બેઠું માંડવે


નાણાવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવી ભરી સભાના રાજા,
એવા વરકન્યાના દાદા નાણાવટી

જેવાંગુલાબના ફૂલ રાતાં,
એવા વરકન્યાના માતા નાણાવટી

જેવા રેશમ માયલા તાકા,
એવા વરકન્યાના કાકા નાણાવટી

જેવી આંબે કેરી પાકી,
એવા વરકન્યાના કાકી નાણાવટી

જેવા સરોવર પાળે આંબા,
એવા વરકન્યાના મામા નાણાવટી

જેવી આંબે કેરી જામી,
એવી વરકન્યાના મામી નાણાવટી

જેવા હાર માયલા હીરા,
એવા વરકન્યાના વીરા નાણાવટ

જેવી આકાશ માયલી આંભી,
એવા વરકન્યાના ભાભી નાણાવવ

જેવી ગુલાબ ફૂલની વેણી,
એવા વરકન્યાના બેની નાણાવટી


Leave a Reply

Your email address will not be published.