વરરાજને પોંખવા કાજે સાસુ ઉબરે જાય
શ્રીલોટાની થાળી કરમાં જળ ભરી છલકાય
પેલે પોંખણે રવાયે પોંખે છે,
એવા રવાય કોણ કોણ સાહે
પેલે પાખણે વરરાજાની ભ્રમર ફરકાય
શ્રી લોટાની થાળી
બીજે પોંખણે ધોંસરીએ પોંખે છે,
એવી ધોંસરીએ દોર સાહે છે
બીજે પોખણે વરરાજાનુંમુખડુંમલકાય
શ્રી લોટાની થાળી
ત્રીજુંપોંખણંતરાકે પોંખે છે,
એવી તરાકે રેંટિયો સાહે છે
ત્રીજે પોંખણે વરરાજનો સાફો ઝળહળે છે
શ્રીલોટાની થાળી
ચોઘે પોંખણે પીડીએ સાહે છે,
એવી પીંડીએ હાય સાહે છે
નાક તાણીને પીંડી ઉતારી ચારે દિશા ફેંકાય
શ્રી લોટાની થાળી