પધારો પધારો વેવાઇ પધારોરે,
સ્વાગત હો તમારા આંગણીયે પધારો રે
પધારો…..
સિંહાસન સોનાના નથીરે બિંછાવ્યા,
હૃદયના બિંછાને બિરાજો પધારો રે
પધારો……
ના જાજમ બિંછાવી ના ચંદરવા ઢાળ્યા
અમે પ્રેમ પુષ્પો વેર્યા છે પધારો રે
પધારો…..
નથી રાજ મહેલોમાં આપ્યા ઉતારા,
ઉરના આ,ગણીયે બિરાજે પધારો રે,
પધારો…..