આસોપાલવ બંધાવો,
લીલા તોરણ સજાવો,
સહુ સ્નેહીજનોના સથવારે,
આજ શુભ દિન મનાવો,
આસોપાલવ…
બેનીના દાદાજી આવ્યા, (૨)
બેનના માતાનું સુખ મલકે
હૈયે હરખના માય,
આસોપાલવ…
બેનીના કાકાજી આવ્યા (૨)
આજે ભત્રીજી પરણેને,
કાકી મુખલડે મલકાય,
આસોપાલવ…
બેનીના મામાજી આવ્યા (૨)
આજે ભાણેજડી પરણેને,
મામી મુખલડે મલકાય,
આસોપાલવ….