મેં જાણ્યું કે નવલા વેવાઈ લાખના રે લોલ
એ તો નિકળ્યા સવા લાખના રે લોલ
સોહે રત્નાકર કેવડો રે લોલ
મેં જાણ્યું કે સાડીયું લાવશે રે લોલ
ઈતો સેલાઓ લાવ્યા સવા લાખના રે લોલ
સોહે રત્નાકર કેવડો રે લોલ
મેં જાણ્યું કે મોતીડા લાવશે રે લોલ
ઈતો હીરલાઓ લાવ્યા સવા લાખના રે લોલ
સોહે રત્નાકર કેવડો રે લોલ
મેં જાણ્યું કે રૂપિયા લાવશે રે લોલ
ઈતો ગીનિયું લાવ્યા સવા લાખની રે લોલ
સોહે રત્નાકર કેવડો રે લોલ