58 સતગુરુ તમે મારા તારણહાર


સતગુરુ તમે મારા તારણહાર‚
હરિ ગુરુ તારણહાર
આજ મારી રાંકની અરજું રે‚
ખાવંદ ધણી સાંભળજો ગુરુજી

કેળે રે કાંટાનો હંસલા
સંગ કર્યો ગુરુજી !
કાંટો કેળું ને ખાય
કાંટો કેળું ને ખાય
આજ મારી રાંકની અરજું રે‚
ખાવંદ ધણી સાંભળજો ગુરુજી
સતગુરુ તમે મારા તારણહાર….

આડા રે ડુંગર ને વચમાં
વન ઘણા ગુરુજી
એ જી રે આડી કાંટા કેરી વાડ
આડી કાંટા કેરી વાડ
આજ મારી રાંકની અરજું રે‚
ખાવન ધણી સાંભળજો ગુરુજી
સતગુરુ તમે મારા તારણહાર….

ઊંડા રે સાયર ને હંસલા
નીર ઘણાં ગુરુજી
એ જી બેડી મારી કેમ કરી ઊતરે પાર
આજ મારી રાંકની અરજું રે‚
ખાવન ધણી સાંભળજો ગુરુજી
સતગુરુ તમે મારા તારણહાર…

ગુરુના પ્રતાપે ડુંગરપુરી બોલીયા ગુરુજી
એ જી દેજો અમને સાધુ ચરણે વાસ
આજ મારી રાંકની અરજું રે‚
ખાવન ધણી સાંભળજો ગુરુજી
સતગુરુ તમે મારા તારણહાર…


Leave a Reply

Your email address will not be published.