61 જાવું છે નિરવાણી આતમાની


જાવું છે નિરવાણી…
આતમાની કરી લે ઓળખાણી‚
રામ‚ ચેતનહારા ચેતીને ચાલો જીવ
જાવું છે નિરવાણી રે.

માટી ભેગી માટી થાશે
પાણી ભેગું પાણી રે
કાચી કાયા તારી કામ નૈ આવે‚
થાશે ધૂળ ને ધાણી…
ચેતન…

રાજા જાશે પ્રજા જાશે
જાશે રૂપાળી રાણી રે
ઈન્દ્રના ઈન્દ્રાસન જાશે‚
બ્રહ્મા ને બ્રહ્માણી…
ચેતન…

ચૌદ ચોકડીનું રાજ જેને ઘીરે
મંદોદરી રાણી રે
કનક કોટ ને સમંદર ખાઈ
એની ભોમકા ભેળાણી…
ચેતન…

સગાળશા સરખા શેઠિયા‚
જેને ઘીરે સંગાવતી રાણી રે
સતને કારણિયે ચેલૈયો ખાંડયો‚
એને નયણે નાવ્યાં પાણી…
ચેતન…

ધ્રુવને અવિચળ પદવી દીધી‚
દાસ પોતાનો જાણી રે
રાજ અમરસંગ બોલિયા
ઈ અમ્મર રે જો વાણી…
ચેતન…


Leave a Reply

Your email address will not be published.