અજરા કાંઈ જરિયા નૈ જાય‚
એ જી વીરા મારા
અજરા કાંઈ જરિયા ન જાય
તમે થોડે થોડે સાધ પિયો હો જી
તન ઘોડો મન અસવાર હે જી
વીરા મારા તન ઘોડો મન અસવાર…
તમે જરણાના જિન ધરો હો જી
શીલ બરછી સત હથિયાર
હેજી વીરા મારા શીલ બરછી સત હથિયાર…
તમે માંયલાસે જુદ્ધ કરો હો જી
કળિયુગ છે કાંટા કેરી વાડય
વીરા મારા કળિયુગ છે કાંટા કેરી વાડય
તમે જોઈ જોઈ પાંવ ધરો હો જી
ચડવું કાંઈ મેરુ આસમાન
હે જી વીરા મારા ચડવું કાંઈ મેરુ આસમાન…
એમાં આડા અવળા વાંક ઘણા હો જી
બોલિયા કાંઈ ધ્રુવ ને પ્રહલાદ
હે જી વીરા મારા બોલિયા કાંઈ ધ્રુવ ને પ્રહલાદ…