51 કાનુડા કેડે ચાલી રે


કાનુડા કેડે ચાલી રે,
થઈ મતવાલી

હું જાણું લોકડિયાં રે કાલાં,
લોક કહે છે મુને કાલી રે
થઈ મતવાલી

જે ચાલે કાનુડાની કેડે,
તેની ખેપ ન જાય કેદી ખાલી રે
થઈ મતવાલી

શિર જાતાં નટવર નહીં છોડું,
ટેક અચળ ઉર ઝાલી રે
થઈ મતવાલી

બ્રહ્માનંદના નાથ સંગાથે,
લાગી છે રંગડાની તાળી રે
થઈ મતવાલી


Leave a Reply

Your email address will not be published.