રાજ મારે રે મંદિરિયે તમે રહો રહો
મોહન મારે રે મંદિરિયે તમે રહો રહો
સ્વામી મારે રે મંદિરિયે તમે રહો રહો…
દરસ પરસ કેરે દાન કરીને
દુર્મતિ દુબધા દહો દહો
રાજ મારે રે મંદિરિયે….
ધર્મકુંવર અતિ હેત કરીને
ગુણિયલ બાંહ્યડી ગ્રહો ગ્રહો
રાજ મારે રે મંદિરિયે….
જગના જીવન અમને પોતાના જાણી
કહેવું હોય તે કહો કહો
રાજ મારે રે મંદિરિયે….
બ્રહ્માનંદના નાથ રંગીલા
અવગુણા અમારા સહો સહો
રાજ મારે રે મંદિરિયે….