વા’લો વધાવું મારો વા’લો વધાવું,
આજની ઘડી રળિયામણી રે…
પ્રાણજીવન મારે મંદિર પધાર્યા,
હાર પેરાવું હીરામણી રે
મારો વા’લો વધાવું,
ધર્મકુંવર અલબેલાને કારણે,
જતને રાખ્યાં છે દહીં જામણી રે
મારો વા’લો વધાવું,
ચોખા રાંધીને કાજુ આપીશું સવારમાં,
સાકર ને દૂધની શીરામણી રે
મારો વા’લો વધાવું,
બ્રહ્માનંદના રંગભીના વા’લાની કરું,
પ્રીતે સહિત પધરામણી રે
મારો વા’લો વધાવું,