આજ મને સામો મળ્યો છે અલબેલો,
છોગાંવાળો રંગછેલો રે આલી
આજ મને સામો…
મોંઘા મૂલી રે પહેરી મોતીડાંની માળા,
ભાલ કપોલ કેસરાળાં રે આલી
આજ મને સામો…
ગજરા પહેર્યા છે ઘેરા રંગના ગુલાબી,
શોભા ત્રિલોક કેરી દાબી રે આલી
આજ મને સામો…
બાજૂ કાજુ રે લીધા ફૂલડાંના બાંધી,
ભ્રમર ભમે છે તાર સાંધી રે આલી
આજ મને સામો…
બ્રહ્માનંદનો વહાલો રંગડાનો ભરિયો,
લઈને હૈડામાંહી ધરિયો રે આલી
આજ મને સામો…