તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે;
કાંઈ નવલ કસુંબી પાઘ રંગના રેલા રે
શિર અજબ કલંગી શોભતી, અલબેલા꠶
હૈડામાં રાખ્યા લાલ… રંગના꠶
મોળીડું છાયું મોતીએ, અલબેલા꠶
ફૂલડાંની સુંદર ફોર… રંગના꠶
ઘેરે રંગે ગુચ્છ ગુલાબના, અલબેલા꠶
જોઈ ભ્રમર ભમે તે ઠોર… રંગના
તારી પાઘલડીના પેચમાં, અલબેલા꠶
મારું ચિત્તડું થયું ચકચૂર… રંગના
બ્રહ્માનંદ કહે તારી મૂરતિ, અલબેલા꠶
વણદીઠે ઘેલીતૂર… રંગના