63 હરિવર હીરલો રે


હરિવર હીરલો રે,
હીરલો લાધ્યો રે મંદિરમાં…

હાથ આવ્યો છે હીરો અજબ અલૌકિક,
એવા મોંઘા-મૂલો છબીલો માધો…

ખાતાં પીતાં રે સૂતાં, બેઠાં સ્વપનામાં,
એને અળગો ન મેલું ક્ષણ આઘો…

કોડે કોડ રે ઝાઝાં જતન કરીને,
એ મારા જીવ સંગાથે મેં બાંધ્યો…

બ્રહ્માનંદ કહે શું મુખથી વખાણું,
બેની જેમ ગુંગે રે ગોળ ખાધો…


Leave a Reply

Your email address will not be published.