51 વહેમ ભૂલી પ્રેમમાં ભરપુર


વહેમ ભૂલી પ્રેમમાં ભરપુર થાવ છું
સત્ય અહિંસક શસ્ત્રધારી શુર થતો જાવ છું
વહેમ ભૂલી પ્રેમમાં ભરપુર થાવ છું

પ્રેમ પંથે ચાલતા આતમ બને પરમાત્મા
એ વિચારે વહેમ થી દુર થતો જાવ છું
વહેમ ભૂલી પ્રેમમાં ભરપુર થાવ છું

પ્રેમમય થઈને પ્રભુના નામની માળા જપુ
ભક્ત ના ઉપનામથી મશહુર થાતો જાવ છુ
વહેમ ભૂલી પ્રેમમાં ભરપુર થાવ છું

એક સત ના નૂરથી આ વિશ્વની છે ઉત્પતી
નૂરમા લય થાવ છુ , નૂર થાતો જાવ છુ
વહેમ ભૂલી પ્રેમમાં ભરપુર થાવ છું

છે અમીમય આંખડી મારા સદગુરુની સતારશા
એમની નજરોમા મંજૂર થાતો જાવ છુ
વહેમ ભૂલી પ્રેમમાં ભરપુર થાવ છું


Leave a Reply

Your email address will not be published.