54 એવી પ્યાલી પીધી મેતો મારા સદગુરુના


એવી પ્યાલી પીધી મેતો, મારા સદગુરુના હાથે.
પીતા મારે પ્રીત બંધાણી પ્રીતમજીની સાથે
એવી પ્યાલી પીધી મેતો.

પ્રેમ તણી લાગી છે અગ્ની પ્રગટી હાટો હાટે,
અણ સમજુ અજ્ઞાની મુજને ગાંડી ગણીને કાઢે રે
એવી પ્યાલી પીધી મેતો

પ્રેમે મુજને સદગુરુ મળીયા સફળ થયો મારો જન્મારો
હુ ગાંડી કે આ દુનીયા ગાંડી જ્ઞાની આપ વિચારો
એવી પ્યાલી પીધી મેતો

સ્વામિ ના સુખ ને તો બેની પરણેલી સ્ત્રી જાણે
શુ સમજે કુવારી કન્યા એ તો પિયરયુ વખાણે
એવી પ્યાલી પીધી મેતો

દાસ સતાર સદગુરુ પ્રતાપે પરણે લી મોજ માણે
જોવુ હોય તો સુખ પિયુ નુ પરણો વચન પ્રમાણે
એવી પ્યાલી પીધી મેતો


Leave a Reply

Your email address will not be published.