જી રે વટાવડાં વાટના રે
વાટે ને ઘાટે વિલંબ ન કીજી એ રે,
સ્વપનમાં સૂતાં જન તમે જાગજો રે
હા રે જન્મપદાર્થ જાય,
દેહને દુર્લભ છે આ દેવના રે
હા રે ભાઈ પુણે ભાગે પાય રે..
છતે ને હતે વિત ન વાવ્યું રે
હા રે ભાઇ, અણછાતી સર્વે આથ રે
કાયા ને માયા મિથ્યા કરી માન્નો રે
હા રે ભાઇ, સંઘરયુ નહીં આવે સાથ રે
સરોવર ને તરુવર પંડ પરમાથી રે
હા રે ભાઇ, ખપે સો વેડીને ખાય રે
નદિયુ ન સંચે નીર પોતાતણાં રે
હા રે ભાઇ, નીર નવાણે જાય રે
પંડે ને સર્યો રે પોઢથો સગવડ પાંદડે રે
હા રે ભાઇ, પંખી વસે છે નિવાસ રે.
કાળ ને કબાડી રે આવ્યો અને કારમો રે
હા રે ભાઇ, ભાઇ નિત્ય લય નિત્ય નાશ રે
પરદેશી પરોણો આવ્યો ઘેર આપણે રે.
હા રે ભાઇ. વા વિદેશી વાય રે.
જાણો છો પોતાનું, આ છે પારકુ રે.
હા રે ભાઇ, પુત્ર અને પરિવાર રે.
આપુ અપને પરને પોંખીએ રે.
હા રે ભાઇ, ભજવા શ્રી ભગવાન રે.
આત્મા ને પરમાત્મા એક કરી જાણજો રે
હા રે ભાઇ, દયા સામું નહિં દાન રે..
સંસારને સૂતો ઘેર્યો, માયા ઘેનમાં રે
હા રે ભાઇ, અન્ન માયાની આશરે.
જાગ્યા તે હરિજન શબ્દ સાંભળી રે
હા રે ભાઇ, મહાજન કહે મૂળ્યાસ રે.