29 મોગલ રીઝે તો રાજ કરે


ખર્ચે નાણાં તોઈ ખર્ચ્યા ના ખુટે
ભર્યા ભંડાર એના ભર્યા રે રહે
મોગલ રીઝે તો જગમાં રાજ રે કરે
ખર્ચે નાણાં તોઈ ખર્ચ્યા ના ખુટે
ભર્યા ભંડાર એના ભર્યા રે રહે
મોગલ રીઝે તો જગમાં રાજ ઈ કરે
હે મારી મચ્છરાળી રીઝે તો જગમાં રાજ ઈ કરે
એ હા મોગલ …હા મોગલ …મચ્છરાળી માં
એ હા મોગલ …હા મોગલ …મચ્છરાળી માં

રીજે રઢિયાળી મોગલ રાજ ઈ કરાવતી
જગ આખું જાણે એવું નામ કરી નાખતી
હે રીજે રઢિયાળી મોગલ રાજ ઈ કરાવતી
જગ આખું જાણે એવું નામ કરી નાખતી
હે મોગલની મેર જગતો સલામું કરે
મોગલની મેર તો જગ સલામું કરે
મોગલ રીઝે તો જગમાં રાજ કરે
હે મારી મચ્છરાળી રીઝે તો જગમાં રાજ કરે
એ હા મોગલ …હા મોગલ …મચ્છરાળી માં
એ હા મોગલ …હા મોગલ …મચ્છરાળી માં

હૈયે વિશ્વાસ હોઈ જીભે મોગલ નામ હોઈ
ડગલેને પગલે માં મોગલ જેની મોર હોઈ
હૈયે વિશ્વાસ હોઈ જીભે મોગલ નામ હોઈ
ડગલેને પગલે માં મોગલ જેની મોર હોઈ
હે ખમ્મા ખમ્માના ખમકારા રે કરે
ખમ્મા ખમ્માના ખમકારા રે કરે
મોગલ રીઝે તો જગમાં રાજ કરે
હે મારી ડાઢાળી રીઝે તો જગમાં રાજ કરે
એ હા મોગલ …હા મોગલ …મચ્છરાળી માં
એ હા મોગલ …હા મોગલ …મચ્છરાળી માં

હો રાખજે ભરોસો મારી મચ્છરાળી માતનો
પ્રગટ પરચાળી મારી ઓખા વાળી આઇનો
હો રાખજે ભરોસો મારી મચ્છરાળી માતનો
પ્રગટ પરચાળી મારી ઓખા વાળી આઇનો
હે કવિ કે.દાન આઈને અરજું રે કરે
કવિ કે.દાન આઈને અરજું રે કરે
મારી મોગલ રીઝે તો જગમાં રાજ કરે
હે દેવી ડાઢાળી રીઝે તો જગમાં રાજ કરે
એ હા મોગલ …હા મોગલ …મચ્છરાળી માં
એ હા મોગલ …હા મોગલ …મચ્છરાળી માં

:: Mp3 ગીત ડાઉનલોડ કરો ::


Leave a Reply

Your email address will not be published.