ભુલ્યો મન ભવરાં કા ભમ્યો દિન ને રાત
માયા ને બઘલ પ્રાણી સમજયો ક્વિ શુધ્ધ વાત
કુંભ કાચો ને કાયા જાદરી જોઇને કરો રે જતન.
વણસતાં વાર નહિં લાગે, નહિં રાખો રુડું રતન
કે ના છોરું કે ના વાછરું કે ના માય ને બાપ.
અંત કાળે જાવું એકલાં સાથે પુણ્ય ને પાપ
જે ઘરે નોબત વાગતી, રુડા છત્રીસ રાગ.
ખંડેર થઈને ખાલી પડ્યાં કાળ ઉડે છે કાગ,
જીવની આશ ડુંગર જેવડી, મરણ પગલાં ને હેઠ.
મોટા મોટા મરી ચાલ્યા, લાખો લખપતિ શેઠ,
ઉલટી નદી પર ઉતરી જાવું પેલે પાર
આગળ નીર નહિં મળે જોઈએ, યો લેજો હાર,
સતકર્મ સદવતું હોરજો રે ઇશ્વર સ્મરણ સાથ
કબીર જુહારીને નિસર્યા, લેખું સાહેબને હાથ..