હાલને મોગલ બોલને મોગલ,
બાળ બોલાવે તોળા બાઈ
હાલ વરુડી માં, બોલ વરુડી માં,
બાળ બોલાવે તોળા બાઈ
તરવેળા ની થઈ તૈયારી,
માથે ઘરને માછરાળી,
માથે ઘર લોઢાના દાંતવાળી
હાલ વરુડી માં,
માંડલિકે મર્યાદા મૂકી
મોણીયા માથે મીટ માંડી
ભુપત ને ભિખારી કીધો,
ઝાઝી ખમ્માં નાંગલ આઈ
હાલ વરુડી માં, સરધારે માં
સિંહણ રે બનીને,
બાકર માર્યો તે બાઈ
ભરી રે બજારે ઊભો ચિરયો,
ખમમાં જીવણી આઈ
હાલ વરુડી માં…
તિથલ તુને આઈ પુકારે,
આવજે રાજલ ઉદાની,
એની જેવી લાજ તે રાખી,
ઝાઝી ખમમાં રાજલ આઈ
હાલ વરુડી માં…
ખખડી ગાગળ વાળી તું પાછી,
જોઈલે જેતી લાખાની
મહીડો મારી રાજ ઉથાપ્યા,
ઝાઝી ખમ્માં જેતલ આઈ
હાલ વરુડી માં…
સીધમાં જે’દી સુમરે રોકી,
જોહલ ધીરી આહીરની
નવઘણ ની તે લાજું રાખી,
ઝાઝી ખમ્માં વરુડી આઈ
હાલ વરુડી માં…
ચારણ તારણ કારણ જન્મી,
મઢડે તું મહામાઇ
કે દાન તારા ગુણને ગાતા,
ઝાઝી ખમ્માં સોનલ આઈ
હાલ વરુડી માં…