મારા મોબાઈલ માં જોઈ તને રીલ માં
મારા મોબાઈલ માં જોઈ તને રીલ માં
ત્યાર થી વસી ગઈ મારા દિલ માં
એ તારી પ્રોફાઈલ માં ફોટા છે સ્માઈલ માં
ત્યાર થી વસી ગઈ મારા દિલ માં રે
એ કરી મેંશન મેં તને સ્ટોરી માં
હું તો બંધાઈ ગયો પ્રેમ ની દોરી માં
કરી મેંશન મેં તને સ્ટોરી માં
હું તો બંધાઈ ગયો પ્રેમ ની દોરી માં
મારા મોબાઈલ માં જોઈ તને રીલ માં
ત્યાર થી વસી ગઈ મારા દિલ માં
હો છપાઈ ગઈ મારા દિલ માં રે
એ હાય કરી ને મૅસેજ કર્યો પેલી વાર માં
રીપ્લાય આયો તારો સામે થોડી વાર માં
હો ગોમ કોમ ને મેં પૂછ્યું તારું ઠેકાણું
મળવા આવું તું કેતો મારી જાનું
હો પછી ધીમે ધીમે વાત વધવા લાગી
તને જિંદગી મારી બનાવી નાખી
મારા મોબાઈલ માં જોઈ તને રીલ માં
ત્યાર થી વસી ગઈ મારા દિલ માં
હો ત્યાર થી છપાઈ ગઈ મારા દિલ માં રે
સવારે ઉઠી પેલા જોઉં તારી આઈડી
ગુડ મોર્નિંગ વાળી મોકલું તને શાયરી
લાઈક કોમેન્ટ તારા વિડિઓ માં હું કરતો
ક્યારે મળશે આવા વિચારો હું કરતો
એ રાતે મોડા સુધી ફોન હું મચેડુ
ક્યારે બનશે જાનુ તારું મારુ જોડું
મારા મોબાઈલ માં જોઈ તને રીલ માં
ત્યાર થી વસી ગઈ મારા દિલ માં
હો ત્યાર થી છપાઈ ગઈ મારા દિલ માં રે