54 રંગ ભીની રાધા


રાધે તું બડી ભાગીની,
તુને કૌન તપસ્યા કીન,
તીન લોક તારન તરન વે,
સૌ તેરે આધીન…

રંગ ભીની રાધા ને લઇ બેઠી બાધા.
હવે મોરલીયુ બંધ કર માધા,
કીયે છે એમ રંગ ભીની રાધા.

જામ્યો છે રંગ આજ, શરણાયુ સુર પખાજ
ધૈ તૈ ધૈ ઢોલ તાલ બાજે,
સજ થ્યા ગોપી ગોવાળ, રાસે રમવાને કાજ
હૈયે ઉમંગ સૌના આજે,
માધવની વાંહળીના, સાંભળીને સુર જીણા
રાધા ખીજાઇને થઇ છે નારાજ
રંગ ભીની રાધા ને લઇ બેઠી બાધા
મોરલીયુ બંધ કર માધા,
કીયે છે એમ રંગ ભીની રાધા

ગોકુળનો પ્રાણ કાન ગોકુળને છોડી
મથુરાની ગલીયુમા ગ્યો દલડા તોડી
સુની આ ગલીયુમા ખાલીપો ખટકે
મોરલીના સુર સુણવા મન જો ને ભટકે
ગોપીયુના કાન હવે, નંદજીના લાલ તને
માતા જશોદા કરે છે પોકાર
અલગારી દાન કાન ગોકુળીયું ત્યાગી
પછી વનરાવન વેણુ નથી વાગી,
કીયે છે એમ રંગ ભીની રાધા


Leave a Reply

Your email address will not be published.