60 દેવ દ્વારીકા વાળા


હે દેવ દ્વારિકા વાળા
હે દેવ દ્વારિકા વાળા
સોનાની નગરીના રાજા
શ્યામળીયા શેઠ અમારા
હે દેવ દ્વારિકા વાળા
સોનાની નગરીના રાજા
શ્યામળીયા શેઠ અમારા

દરિયે નગરી શોભે તારી દ્વારિકા
ઉંચારે મોલને અજબ ઝરૂખા
દેવ દ્વારિકા વાળા
હે દેવ દ્વારિકા વાળા
તારા દરબારમા વાગે વાજા
શ્યામળીયા શેઠ અમારા
હો તારા દરબારમા વાગે વાજા
શ્યામળીયા શેઠ અમારા

હો સોનાની ખાટને રૂપની પાટ છે
રાજ રજવાડે વાલા રૂડો તારો ઠાઠછે
હો સોનાની ખાટને રૂપની પાટ છે
હે રાજ રજવાડે વાલા રૂડો તારો ઠાઠછે
રાણી પટરાણીઓ માલે રંગ મેલમા
સાચું કહીદો કોણ વસેલુ છે દિલમા
દેવ દ્વારિકા વાળા
હે દેવ દ્વારિકા વાળા
નથી ભુલાતી હજુ રાધા
શ્યામળીયા શેઠ અમારા
સોનાની નગરીના રાજા
શ્યામળીયા શેઠ અમારા

હો નોકર ચાકરને ઢગલા છે ધનના
તોઈ ઉદાસ કેમ રહો વાલા મનમા
હો નોકર ચાકરને ઢગલા છે ધનના
તોઈ ઉદાસ કેમ રહો વાલા મનમા
હો બત્રીસ ભોજન હોઈ તારા ભાણે
યાદ આવે કોણ જમવાના ટાણે
દેવ દ્વારિકા વાળા
હે દેવ દ્વારિકા વાળા
મનુ કે માની જાવ માધા
શ્યામળીયા શેઠ અમારા
હે દેવ દ્વારિકા વાળા
સોનાની નગરીના રાજા
શ્યામળીયા શેઠ અમારા


Leave a Reply

Your email address will not be published.