67 ઓ મારા કાના


હે દૂધમાં દહીંને દહીંમાં માખણ
દૂધમાં દહીંને દહીંમાં મોખણ
ઓ મારા વ્હાલા તમે છો ચોકણ

હે વાટ જોવે આંખોને વાટ જોવે પોપણ
હે વાટ જોવે આંખ્યોને વાટ જોવે પાંપણ
ઓ મારા કાના તમે છો ચોકણ

હે ગોકુળમાં પૂછ્યું કે મથુરામાં જાશો
મથુરામાં પૂછ્યું કે દ્વારિકામાં જાશો
ગોકુળમાં પૂછ્યું કે મથુરામાં જાશો
મથુરામાં પૂછ્યું કે દ્વારિકામાં જાશો…

મહીની મટકીને ઉપર સે ઢાંકણ
મહીની મટકીને ઉપર સે ઢોકણ
ઓ મારા કાના તમે છો ચોકણ

હે દૂધમાં દહીંને દહીંમાં માખણ
દૂધમાં દહીંને દહીંમાં મોખણ
હે મારા વ્હાલા તમે છો ચોકણ
દ્વારિકાવાળા તમે છો ચોકણ

હો હૃદયમાં તારું રાજ છે
હૃદયમાં તારું રાજ છે
હામ્ભરવો તારો અવાજ સે…

હો દુનિયા નો તું સરતાજ છે
દુનિયા નો તું સરતાજ છે
તારું કામ પડ્યું મારે આજ છે

હે પ્રેમની ભાષા મળવાની આશા
જો જો ન આલો ખોટા દિલાશા
પ્રેમની ભાષા મળવાની આશા
જો જો ન આલો ખોટા દલાહા

હાચી મારી મૂડીને હાચી તું થાપણ
હાચી મારી મૂડીને હાચી તું થોપણ
ઓ મારા કાના તમે છો ચોકણ…
હો દૂધમાં દહીંને દહીંમાં મોખણ
દૂધમાં દહીંને દહીંમાં મોખણ
ઓ મારા કાના તમે છો ચોકણ
ઓ મારા વ્હાલા તમે છો ચોકણ

હો પંખી પવન ની જેમ ફરો
પંખી પવન ની જેમ ફરો
આવું કાના તમે સિદને કરો

હે કોક દાડો અમને યાદ કરો
કોક દાડો અમને યાદ કરો
એક વાર ગોકુળમાં પાછા ફરો…

હે ગોમ બદલાયા નોમ બદલાયા
કાનુડામાંથી ઠાકર કેવાયા
ગામ બદલાયા નામ બદલાયા
કાનુડામાંથી ઠાકર કેવાયા

એ કાયા સરનામે મળશુ આપણ
કાયા સરનામે મળશુ આપણ
ઓ મારા કાના તમે છો ચોકણ

હો દૂધમાં દહીંને દહીંમાં મોંખણ
દૂધમાં દહીંને દહીંમાં માખણ
રાજન ધવલ કે તમે છો ચોકણ
હે જશોદાના જાયા તમે છો ચોકણ
ઓ મારા લાલા તમે છો ચોકણ
હે મારા ઠાકર તમે છો ચોકણ

તારા શ્વાસમાં હૂં છું,
તારા વિશ્વાસમાં હું છું
તું મેહસૂસ કરીને તો જો,
તારી આસપાસ હું જ છું…


Leave a Reply

Your email address will not be published.