96 ગરીબી મા જીવન ગુજારો કરૂ છુ


ગરીબી મા જીવન ગુજારો કરૂ છુ,
છતા પ્રભુ તારો હુ પુકારો કરૂ છુ,
ગરીબી મા જીવન ગુજારો કરૂ છુ,

ભરોસો છે મુજને પ્રભુ ભલે નૈયા ડોલે,
તો તારા ઇશારે હુ ઇશારો કરૂ છુ,
ગરીબી મા જીવન ગુજારો કરૂ છુ,

જીગર દિલ માને,બળે છે કલેજું ,
તો ઉઠી આગ અગ્નિ વધારો કરૂ છુ,
ગરીબી મા જીવન ગુજારો કરૂ છુ,

હતું એક દિલ તો તને દાન દીધુ,
તો વગર દિલે જીવન ગુજારો કરૂ છુ,
ગરીબી મા જીવન ગુજારો કરૂ છુ,

સતાર આ જમાનો રંગ છે નિરાલો,
તો દુનિયા ના રંગથી ન્યારો ફરૂં છું,
ગરીબી મા જીવન ગુજારો કરૂ છુ,


Leave a Reply

Your email address will not be published.