59 શ્રીજી સેવા કરી લે વલ્લભ નામ


શ્રીજી સેવા કરી લે, વલ્લભ નામ જપી લે,
જીવન સફળ કરી લે,
નિશ્ચે જાવું શ્રીવલ્લભના શરણમાં.

કોટી યુગોથી વિખૂટો પડ્યો જીવ,
મનુષ્ય જન્મ ધરીને, શ્રીવલ્લભ ભજી લે (૨)
અવસર આવેલો વહી જાય,
આયુષ્ય એળે પુરું થાય..
નિશ્ચે જાવું

દૈવી જીવોના ભાગ્ય વિસ્તર્યા,
રતિ પંથ પ્રગટ કરી જીવો ઉદ્ધાર્યા (૨)
એવા દીનોના દયાળ, એની દયાનો નહીં પાર
નિશ્ચે જાવું

મોહ મમતાનો ત્યાગ કરી લે,
રસેષ પુરુષોત્તમને પ્રેમે ભજી લે (૨)
માર્ગ પુષ્ટિનો ઓળખી લે,
જીવન સફળ કરી લે…
નિશ્ચે જાવું

અનુભવી ભગવદીનો સત્સંગ કરી લે,
દયાને દીનતા ઉરમાં ભરી લે (૨)
રાખી વૈષ્ણવ પર વિશ્વાસ,
ભરો ભક્તિ રસ થઇ દાસ…
નિશ્ચે જાવું

‘દીનદાસી’નીવિનતી સુણીને,
અમો અબળા પર કરુણા કરીને (૨)
આપો અખંડ વ્રજવાસ,
રાખો ચરણ કમલની પાસ…
નિષે જાવં


Leave a Reply

Your email address will not be published.