70 તારા મારા પ્રેમની વાતો


તારા મારા પ્રેમ ની વાતો નજરે ચઢી જી છે
તારા મારા પ્રેમ ની વાતો નજરે ચઢી જી છે
ગોમ ની બધી વસ્તી તારી વાટ જોઈ રી છે
જયારે થાય તું સારી સારી
વાટ જોવે છે તારી આવી
જયારે થાય તું સારી સારી
વાટ જોવે છે તારી આવી
ગોમ માં તારા ઢોલ વાગે એ વાટ જોઈ રી છે
તારા મારા પ્રેમ ની વાતો નજરે ચઢી જી છે.

હો ગુપચુપ તારી મારી વાતો થાય ગોમ માં
હૌ ને મજા પડી જોણે ગોળ આવ્યો હાથ માં
હો ગુપચુપ તારી મારી વાતો થાય ગોમ માં
હૌ ને મજા પડી જોણે ગોળ આવ્યો હાથ માં
હૌ જોવે ટગર ટગર પડી જી છે હૌને ખબર
હૌ જોવે ટગર ટગર પડી જી છે હૌને ખબર
તારા મારા ઢોલ વાગે એ વાટ જોઈ રી છે
તારા મારા પ્રેમ ની વાતો નજરે ચઢી જી છે

સદીયો થી વેરી છે પ્રેમની આ દુનિયા
મળવા નહિ દે કદી આપણે ચૌદશીયા
સદીયો થી વેરી છે પ્રેમની આ દુનિયા
મળવા નહિ દે કદી આપણે ચૌદશીયા
તૂટી જાહે પ્રેમ નો ધાગો
મળવા નહિ દે મલક આખો
તૂટી જાહે પ્રેમ નો ધાગો
મળવા નહિ દે મલક આખો
તારી મારી આબરૂ લેવા વાટ જોઈ રી છે
તારા મારા પ્રેમ ની વાતો નજરે ચઢી જી છે
ગોમ ની બધી વસ્તી તારી વાટ જોઈ રી છે
તારા મારા પ્રેમ ની વાતો નજરે ચઢી જી છે


Leave a Reply

Your email address will not be published.