મુજ દ્વારેથી ઓ પંખીડા,
હસતા મુખડે જાજો રે
હસતા મુખડે જાજો રે…
વિદાય ટાણે ઓ પંખીડા,
ગીત મધુરા ગાજો રે
ગીત મધુરા ગાજો રે..
પંખી મેળાની આ છે વાતું,
આજે વિખરવાની વેળા રે
આજે વિખરવાની વેળા રે…
કોણ જાણે ક્યારે પાછા,
મળશું સાથ સંગાથે રે
મળશું સાથ સંગાથે રે..
કાળ તણી આ વિદાય સમજી,
ગીત મધુરા ગાજો રે
ગીત મધુરા ગાજો રે…
તમ જવાથી સુના મેદાન,
ઉપવન ગાજી ઉઠયા રે
ઉપવન ગાજી ઉઠયા રે…
યાદ તમારી અમને રે આવશે,
અંતર અમારા સુના રે
અંતર અમારા સુના રે…
હૈયા કેરી ડાળે ડાળે,
સુંદર ફૂલડાં ખીલ્યા રે
સુંદર ફૂલડાં ખીલ્યા રે…
સબસે ઉંચી પ્રેમ સગાઇ,
વાણી થંભી જાજો રે
વાણી થંભી જાજો રે
અજ્ઞાનીઓ આ ક્યાંથી સમજે,
મસ્તી રુદન આ વેળાની
મસ્તી રુદન આ વેળાની
મુજ દ્વારેથી ઓ પંખીડા,
હસતા મુખડે જાજો રે
વિદાય ટાણે ઓ પંખીડા,
ગીત મધુરા ગાજો રે.