19 ખોડલના પ્રતાપ લીલા લહેર છે


જય જય ખોડલ માં મારી જય જય ખોડલ માં
જય જય ખોડલ માં મારી જય જય ખોડલ માં

હે દીવડો પ્રગટાવું હું દાડી
ખોડલ રાખે લીલી વાડી
હે દીવડો પ્રગટાવું હું દાડી
ખોડલ રાખે લીલી વાડી
આઈલ મગર વાળીની મીઠી મહેર છે
મારે ખોડલના પ્રતાપ લીલા લહેર છે

દીવડો પ્રગટાવું હું દાડી
ખોડલ રાખે લીલી વાડી
આઈલ મગર વાળીની મીઠી મહેર છે
મારે ખોડલના પ્રતાપ લીલા લહેર છે
હે મારે ખોડલના પ્રતાપ લીલા લહેર છે

હે સાતે બેનું સામટયું માં મડદે આંગણ આવ્યું
ભેળા રે વીર મેરખિયાને સાથે માંડી લાવ્યું
સાતે બેનું સામટયું માં મડદે આંગણ આવ્યું
ભેળા રે વીર મેરખિયાને સાથે માંડી લાવ્યું
હે અને થાપન દુનિયામાં ઘેર ઘેર છે
મારે ખોડલના પ્રતાપ લીલા લહેર છે

દીવડો પ્રગટાવું હું દાડી
ખોડલ રાખે લીલી વાડી
આઈલ મગર વાળીની મીઠી મહેર છે
મારે ખોડલના પ્રતાપ લીલા લહેર છે
હે મારે ખોડલના પ્રતાપ લીલા લહેર છે

હે રાજપરા રણકારો માંની માટેલ ધામે મોજ છે
જા જા રોહિશાળા ધૂપ ધુમાડા રોજે રોજ છે
એ રાજપરા રણકારો માંની માટેલ ધામે મોજ છે
જા જા રોહિશાળા ધૂપ ધુમાડા રોજે રોજ છે
હે માંને ભાલે રે અનોખું જુવો તેજ છે
મારે ખોડલના પ્રતાપ લીલા લહેર છે

દીવડો પ્રગટાવું હું દાડી
ખોડલ રાખે લીલી વાડી
આઈલ મગર વાળીની મીઠી મહેર છે
મારે ખોડલના પ્રતાપ લીલા લહેર છે
હે મારે ખોડલના પ્રતાપ લીલા લહેર છે

હો મેહેર કરે જો મામડીયાની ખુટે ના અન્ન બાજરી
જય કવિ કે સાદ કરો ત્યાં તરત દેશે હાજરી
હો હો મેહેર કરે જો મામડીયાની ખુટે ના અન્ન બાજરી
જય કવિ કે સાદ કરો ત્યાં તરત દેશે હાજરી
પરચા કાગવડવાળીના જગ જાહેર છે
મારે ખોડલના પ્રતાપ લીલા લહેર છે

હે દીવડો પ્રગટાવું હું દાડી
ખોડલ રાખે લીલી વાડી
આઈલ મગર વાળીની મીઠી મહેર છે
મારે ખોડલના પ્રતાપ લીલા લહેર છે
હે મારે ખોડલના પ્રતાપ લીલા લહેર છે
હે આઈલ ખોડલના પ્રતાપ લીલા લહેર છે


Leave a Reply

Your email address will not be published.