માં તું આવે… માં તું આવે
માં તું આવે… માં તું આવે
માં મોમાઈ ભેળી આવે
માં મોમાઈ વારે આવે
એને કડવો કોંટો ન વાગે
જેનો મોમાઈ હાથ ઝાલે
એને ઉની આંચ ન આવે
જેનો મોમાઈ હાથ ઝાલે
માં મોમાઈ વારે આવે
માં મોમાઈ ભેળી આવે
માં મોમાઈ ભેળી આવે
જગદંબા ભેળી આવે…
દરિયે તૂફાન હોય નાવ મધધાર હોય
બૂડતાં બચાવે માં પોંચે પલવાર માં
પોંચે પલવાર માં
દરિયે તૂફાન હોય નાવ મધધાર માં
બૂડતાં બચાવે ઈ પોંચે પલવાર માં
પોંચે પલવાર માં
આરે લાવી ને ઉતારે માં તારણહારી તારે
આરે લાવી ને ઉતારે માં તારણહારી તારે
એને કડવો કોંટો ન વાગે જેનો મોમાઈ હાથ ઝાલે
જેનો મોમાઈ હાથ ઝાલે…
માં મોમાઈ ભેળી હાલે
મોરાગઢવાળી ભેળી હાલે
મોમાઈ ને માનતા રુદિયા માં રાખતા
મોમાઈ ના ભરોસે જે ડગલાં રે માંડતા
ડગલાં રે માંડતા
મોમાઈ ને માનતા રુદિયા માં રાખતા
મોમાઈ ના ભરોસે જે ડગલાં રે માંડતા
ડગલાં રે માંડતા…
એના બાળ જ્યાં બોલાવે માં ખબરું લેવા આવે
એના બાળ જ્યાં બોલાવે માં ખબરું લેવા આવે
એને હેતથી હુલાવે મોરાગઢવાળી આવે
મોરાગઢવાળી માં આવે
માં મોમાઈ વારે આવે
માતા મોમાઈ વારે આવે
કવિ કેદાન કે રાખજે ભરોસો
લાજ રાખણ હારી લાજ તારી રાખશે
લાજ તારી રાખશે
અશોક કાલોલ કે લાજ હૌની રાખજે
તારો ભરોસો માં તારો રે આધાર માં
તારો રે આધાર…
એક દીવો માનો કરજો માં એવી મહેર કરશે
એક દીવો માનો કરજો માં એવી મહેર કરશે
માં મોમાઈ મ્હેર કરશે તારી અરજી કાને ધરશે
પછી લીલા લેર કરશે માં મોમાઈ મહેર કરશે
માં મોમાઈ મ્હેર કરશે