28 દિલથી દૂર ના રાખે


હો તને હું ક્યારે દુઃખી જોઈ ના શકું
હો તને હું ક્યારે દુઃખી જોઈ ના શકું
તને રડાવી હસી ના શકું
ભગવાન તને બધી ખુશી આપે
હો દિલથી મારા તને દૂર ના રાખે

હો મારી આંખો તારી યાદમાં જાગે
રોજ દુવામાં એક તને માંગે
ભગવાન તને લાંબી ઉમર આપે
મારા દિલથી તને દૂર ના રાખે
હો મારા દિલથી તને દૂર ના રાખે

હો ઘર મારૂં નાનું છે પણ મન છે મોટું
તારા વગર મારે કંઈ નથી રે જોતું
હો તારા માટે અમે જીવ આપી રે દેશું
તારી સાટુ હર દુઃખ સહી લેશું
તારી હોમે આખું જગ ફીકુ લાગે
તને ના જોવું તો દિલ ના લાગે
ભગવાન તને બધી ખુશી આપે
મારા દિલથી વાલી તને દૂર ના રાખે

હો પુનમના ચાંદ જેમ મલકે તારૂં મુખડું
તને જોઈને રાજી થાય મારૂં દલડું
હો તારા વગર હવે માને નહીં મનડું
તને ના જોવું તો લાગે એકલડું
હો રાખું તને મારી આંખોના પલકારે
તારૂં નામ મારા દિલના ધબકારે
ભગવાન તને બધી ખુશી આપે
મારા દિલથી તને વાલી દૂર ના રાખે


Leave a Reply

Your email address will not be published.