72 જય શ્રી વલ્લભ જય વિઠ્ઠલ


જય શ્રી વલ્લભ, જય વિઠ્ઠલ,
જય યમુના, જય શ્રીનાથજી,
કળિયુગના તો જીવ ઉધાર્યા,
મસ્તક ધરિયા હાથ જી
શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી

મોર મુગુટ ને કાને કુંડળ,
ઉર વૈજંતી માળા જી,
નાસિકા ગજ મોતી સોહિયે
એ સુખ જોવા જઈએ જી
શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી

આસ-પાસ તો ગૌ બિરાજે,
ગ્વાલ મંડળી સાથ જી,
અધરપે મોરલી વેન બજાવે,
એ સુખ જોવા જઈએ જી
શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી

વલ્લભ દુર્લભ જઈને કહીયે,
તો ભવસાગર તરીએ જી,
માધવદાસ તો એટલું માંગે,
ગોકુળમાં અવતરીએ જી
શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી

ઓ જ્ય ગિરિવર ઓ જ્ય ગોવિદ,
જ્ય શ્રી બાલકૃષ્ણ જી,
જ્ય ગોકુલ કે ગોપ-ગોપી,
નંદ જશોદા માત જી
શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી

જ્ય વૃંદાવન, જ્ય બંસીવટ,
જ્ય યમુનાના ઘાટ જી,
વિવિધ લીલા રસ પાન કરાવી,
રચિયા રૂડા રાસ જી
શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી

ય સુરદાસ, જ્ય કૃષ્ણદાસ,
જય પરમાનંદ, ય કુંભનદાસ,
જ્ય ચત્રભુજ,જ્ય નંદદાસ,
જ્ય ચિત્તસ્વામી, શ્રી ગોવિદજી
શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી

શ્રી વલ્લભ વિઠ્ઠલ ગોપીનાથ,
દેવકીનંદન શ્રી રઘુનાથ,
યશોદાનંદઘ્ન નંદકિશોર,
શ્રી મુરલીધર માખણચોર
શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી

જ્ય શ્રી ગપતિ, જ્ય ઘનશ્યામ,
જ્ય ગોકુલપતિ રાધેશ્યામ,
જ્ય ગૌધન,જ્ય ય વ્રજધન,
જ્ય પુષ્ટિ શ્રુષ્ટિના આધાર
શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી

જ્ય યમુના,જ્ય ય શ્રીનાથ,
મહાપ્રભુ શ્રી વિઠ્ઠલનાથ,
શ્રી વલ્લભ જુગ-જુગ રાજ કરો,
શ્રી વલ્લભ જુગ-જુગ રાજ કરો
શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી

ઓ જ્ય શ્રી વલ્લભદેવ કી જય,
ચોર્યાશી વૈષ્ણવકી જ્ય,
ગ્વાલ મંડલીકી જ્ય,
પ્રાણ પ્યારે કી ય જય
શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી

શ્રી ગોવર્ધનનાથકી જય
શ્રી યમુના મૈયાકી જય
શ્રી મહાપ્રભુકી જય જય જય,
અપને અપને ગુરુદેવ કી જય
શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી


Leave a Reply

Your email address will not be published.