73 શ્રીજીબાવા તો છેલ છબીલા


શ્રીજીબાવા તો છેલ છબીલા,
શ્રી ગોવર્ધન ગિરધારી રે,
વ્રજ છોડીને વ્હાલે મેવાડ પધાર્યા
અજબકુંવરીના કાજે રે,
વ્હાલા અજબકુંવરીના કાજે રે
શ્રીજીબાવા તો

સિંહણના પાળમાં વસે મારો વ્હાલો
છાપરી નીચે બિરાજે
વ્હાલો છાપરી નીચે બિરાજે
શ્રીજીબાવા તો

ચાર તે ચોકના વ્હાલે મંદિર બંધાવ્યા,
નિશાન ધજાના ફરકે
નિકુંજના નાયક નીચે ઉભા છે
જોઈ જોઈ મનડું હરખે રે,
વ્હાલા જોઇ જોઇ મનડું હરખે
શ્રીજીબાવા તો

પોતે તે મહેલ બનાવ્યો મારા વ્હાલા,
ઊંચે ગગનમાં ગાજે
શરણાયુંને નોબત વાગે
શ્રી ગોવિદલાલજી બિરાજે
શ્રીજીબાવા તો

હરખતી રે તારે દરબારે આવી,
તું નથી સામું જોતો
ના જુએ તો તને વૈષ્ણવના સોગંધ
ચરણોમાં શીશ નમાવું
શ્રીજીબાવા તો

કૃપાની દ્રષ્ટિએ જોયું નિહાળી,
બાવરી બની હું ક્યારની
અંતર થી અડગા ના કરશો મારા વ્હાલા
વાટલડી જોઉં છું ક્યારની રે
વ્હાલા વાટલડી જોઉં છું ક્યારની રે
શ્રીજીબાવા તો

કૃષ્ણ ભંડાર એ તો અખૂટ ભંડાર છે,
ટેરો નિકટ બહુ મોટો છે
લાખો આવે ને જાય મારા વ્હાલા
લક્ષ્મીનો નહિ તોટો
શ્રીજીબાવા તો

ઝાપયિા તો ઝાપટ મારે,
વૈષ્ણવના પાપ નિવારે
મેવા તણો ત્યાં પાર નથી વ્હાલા
છડીદાર છડી પોકારે રે,
વ્હાલા છડીદાર છડી પોકારે
શ્રીજીબાવા તો

હઝાર હાથો વાળો ધણી જેને માથે,
ચક્ર સુદર્શનધારી
બે હાથ વાળો શું કરશે મને,
કૃપા કરો ગિરિધારી રે,
વ્હાલા કૃપા કરો ગિરિધારી રે
શ્રીજીબાવા તો

વૈષ્ણવને વ્હાલે બહી સુખ આપ્યું,
ભક્તિ તાના દાન દીધા હૈ
ભક્તજનોને વ્હાલે દર્શન દીધા
મારા સકલ પદારથ સીધા
શ્રીજીબાવા તો


Leave a Reply

Your email address will not be published.