તારજે ડુબાડજે જીવાડજે કે મારજે (૨)
સઘળું તને સોંપી દીધું નાથ જય શ્રીનાથ રે
ઉગારજે કે પાડજે, તરછોડજે સ્વીકારજે
સઘળું તને સોંપી દીધું નાથ જ્ય શ્રીનાથ
તારજે ડુબાડજે
સેવા તારી આપજે કે દૂર તુજથી રાખજે
સ્મરણ તારું આપજે કે માયામાં ભટકાવજે
સધળું તને સોંપી દીધું નાથ જ્ય શ્રીનાથ
તારજે ડુબાડજે
સત્સંગ કોઈને આપજે કે દુઃસંગમાં તું રાખજે
દર્શન તારા આપજે કે રખડતો તું રાખજે
સઘળું તને સોંપી દીધું નાથ જ્ય શ્રીનાથ
તાર ડુબાડજે
સઘળું તારું રાખજે પણ વાત મારી માનજે
સદ્ગુરુના શ્રી ચરણોમાં આ બાળને સ્થાન આપજે
સઘળું તને સોંપી દીધું નાથ જય શ્રીનાથ
તારજે ડુબાડજે