81 તમે પહેલા કોળિયો ભરો


તમે પહેલા કોળિયો ભરો
અમે પછીથી ખાશું,
નેણની ઝીણી ઝારી લઈને
જમુના જળ ની પાશું
તમે પહેલા કોળિયો ભરો

ભાવનાઓ છે પાન નું બીડું,
એને મુખમા રાખો,
મીરાને શબરીની ભક્તિ હળવે હળવે ચાખો,
અમે વહાલ થી વીંઝણું કરીએ
ગીત તમારા ગાશું
નેણ ની ઝીણી ઝારી લઈને

તમે ખાઓ ને તૃપ્તિ અમને,
એવી અમારી પ્રીત,
રોમરોમથી જુઓ વહે છે મુરલી નું સંગીત,
અમે તમોને જોતા જોતા
કદી નહિ ધરાશે
નેણ ની ઝીણી ઝારી લઈને


Leave a Reply

Your email address will not be published.