84 શ્રીનાથ પ્યારા પ્યારા


શ્રીનાથ પ્યારા પ્યારા,
તમને વિનવે બાળ તમારા
સદા તમારી ઝાંખી કરવા,
તરસે નૈન અમારા
શ્રીનાથ પ્યારા પ્યારા

દિલની ધડકન જપતી વ્હાલા,
તારા નામની માળા
મધુર નાદ સંભળાવો અમને,
મોહન મોરલી વાળા
દર્શન આપી તૃપ્ત કરીદો,
વ્યાકુળ ચિત્ત અમારા
શ્રીનાથ પ્યારા પ્યારા

કામક્રોધ ને વેર-ઝેરના
પાપ અહીં પ્રસરાયા
પ્રેમ-શાંતિ ને મૈત્રીભાવના
ગીત અહીં વિસરાયા
આનંદનો અમૃત વરસાવો,
કરુણાના કરનારા
શ્રીનાથ પ્યારા પ્યારા


Leave a Reply

Your email address will not be published.