યમુનાજી રાણી મારી માત રે,
વલ્લભ પ્રભુ છે સાથ રે,
વૈષ્ણવ થઇ બ્રમ્હસંબંધ
મારો સફળ થયો જન્મારો રે
શ્રી કૃષ્ણ શરણું, શ્રી કૃષ્ણ શરણં,
શ્રી કૃષ્ણ શરણં, શ્રી કૃષ્ણ શરણં
શ્રી કૃષ્ણ શરણં નિત્ય રટણ કરવું,
લાલાની ધુનમાં મારે મસ્ત બની ફરવું
શામળિયા સંગ પ્રીત જોડીને,
ભવસાગર તરવો પાર રે
વૈષ્ણવ થઇ બ્રમ્હસંબંધ મારો
ગોકુળ મથુરાની વાટ મારે જાવું,
વૃંદાવન ગોવિદ સંગ રાસમાં જોડાવું
યમુનાજી નાહવું વિશ્રામઘાટે,
કરવા યમુનાજીના પાન રે
વૈષ્ણવ થઇ બ્રમ્હસંબંધ મારો
શામળાની સેવામાં દિન-રાત રહેવું,
જ્ય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ મુખેથી કહેવું
શ્રીનાથજીને રંગે રંગાઈને,
મારે વસવું શ્રીજીને દ્વાર રે
વૈષ્ણવ થઇ બ્રમ્હસંબંધ મારો
પ્રેમ ભાવે બાંધવો આજ ગોવિદને,
પકડીને રહેવું એના ચરણારવિંદને
“નીતા છબી જોઇ સુંદર ઘનશ્યામની,
તન મન ધન છે નિસાર રે
વૈષ્ણવ થઇ બ્રમ્હસંબંધ મારો