( દોહરો )
અન્નદાન એ શ્રેષ્ઠ દાન , જપે ના જલિયા જૂઠ
રામનામને લૂંટત રહે , જો લૂંટી શકે તો લૂંટ
( ચોપાઈ )
ભારત ભૂમિ સંતજનોની , ભક્તિની કરતા લહાણ ,
ગરવી ગુર્જર ગરવી ગાથા , વીરપુરે સંત જલાણ ,
આવો સંતો સત્સંગમાં , સત્સંગનો રંગ મહાનું ,
ગર્વ ગળ્યા કંસ રાવણના , આત્મારામને સાચો જાણ .
છોડ લાલનપાલન દેહનાં , ત્યજી તમામ ગુમાન .
મળ્યો જે મનખો મોંઘેરો , જપ રામનામ હર ત્રાણ .
રામનામમાં મગન સદા , સર્વદા રામના દાસ .
તુલસી અને જલિયાણના , દિલમાં રામનો વાસ .
દિલમાં રામનો વાસ જેને , સંસારનો ના ત્રાસ .
રહે ભલે સંસારમાં , મનડું રામજી પાસે .
તમામ જીવમાં રામજી પેખે , મુખમાં રામનું નામ .
પ્રેમરસ પી અને પિવરાવે , ધન ધન શ્રી જલારામ .
ભકિત ખાંડાની ધાર છે , પળ પળ કસોટી થાય .
હસતાં મુખે દુઃખ સહે , હરિ વહારે ધાય .
સતગુણથી સુખ મળે , ને સુખ શાંતિ થાય .
સુખ શાંતિમાં આનંદ સાચો , આનંદ આત્મા રામ .
હરિના જનમાં હરિ વસે , વદી રહ્યા જલિયા રામ
ચમત્કાર ત્યાં નમસ્કાર , જય રામ કૃષ્ણ ગાય ,
આત્મારામને રામ જાણવા , પરચાઓ કંઈ સર્જાય .
અનુભવ વિનાનું જ્ઞાન કાચું , અનુભવ ગુરુ મહાન ,
શંકાથી શ્રદ્ધા ડગે , શ્રદ્ધા હરિથી મહાન .
વાચ કાછ ને મનથી , સદા ભજતાં જલારામ .
અધૂરાં રે ન આદર્યા , પૂરણ કરે જલારામ .
બાપાના પરચા હજાર , લખતાં ન આવે પાર .
ભાવના ભૂખ્યા ભગવાન , બતાવે બાપા વારંવાર ,
સેવા – ત્યાગની જીવતી મૂરત , જલારામ તણો અવતાર .
નોંધારાના આધાર બાપા , યાદ કરો લગાર ,
જીવતા દેહ લાખનો , સવા લાખની શ્રદ્ધા આજ .
ભંડારી બાપાનાં વીરબાઈ , સતી પતિવ્રતા કહેવાય .
અવધૂત સંગે જાતા , કદી ના જે અચકાય .
ત્યાગ – બલિદાનની અપૂર્વ ગાથા , સવર્ણ અક્ષરે અંકાય .
સતી પુયે જલિયાણ ભક્તિ , બની ગઈ સવાઈ .
તુલસી મીરાં કબીરાદિ , ને અન્ય સંત સાંઈ .
સંસારમાં રહીને સદા , સદ્ભક્તિ માર્ગ બતાઈ .
મનમાં ધારો શ્રીરામને , વનમાં શા માટે જાય .
વાત બધી સ્વાનુભવની , સુણો ભગિની ભાઈ .
રસોઈ ચારસોની હતી , જમવા આઠ સો તૈયાર .
મૂંઝાયા સાસુમા ત્યારે , મેં આપી હામ લગાર .
વધો મુખથી જય જલારામ , આઠસો ઓડકાર ખાય
વધ્યો મોહન થાળ છતા , ઘરનાં ખાતાં ન ધરાય .