19 આદત પડી ગયી એકલા રેવાની


હો ખબર નથી હવે ક્યારે મળવાની
હો ખબર નથી હવે ક્યારે મળવાની
ખબર નથી હવે ક્યારે મળવાની
યાદમાં તારી આ આંખો રડવાની
હો ફરક શું પડશે જોવા ના મળશે
યાદમાં તારી હવે જિંદગી જવાની
મને આદત પડી ગઈ એકલા રેવાની
હો મને આદત પડી ગઈ એકલા રેવાની

હો વીતી ગયા છે ઘણા દિવસોને રાતો
થઈ નથી તારી સાથે મુલાકાતો
હો સવાલ છે હજારો દિલમાં મારા
કેમ ના બની શક્યા અમે તમારા
હો ખબર છે હવે મળવાને નહીં આવો
જરૂર નથી હવે કંઈજ કહેવાની
મને આદત પડી ગઈ એકલા રેવાની
હો મને આદત પડી ગઈ એકલા રેવાની

હો મારા આ દર્દને ક્યાં કોઈ સમજે
તને જો સમજાય તો આવીને કેજે
હો મારા નસીબમાં હશે તન્હાઈ
તું નહીં તો તારી યાદો મને આઈ
હો હવે મને કેટલો તમે તડપાવશો
નથી નવાઈ હવે દર્દ સહેવાની
મને આદત પડી ગઈ એકલા રેવાની
હો મને આદત પડી ગઈ એકલા રેવાની


Leave a Reply

Your email address will not be published.