સંધ્યા સમયે સુમિરન દીધું
થયો ઝાલર નો ઝણકાર
ઉતરે અલખ ધણીની આરતી
જગમાં વર્તાયો જય જયકાર
રામા તમારા દેવળે
બળે ગૂગળ ના ધૂપ
નરનારી તમને નમનું કરે
તમને નમે મોટા મોટા ભૂપ
રામદેવ રક્ષા કરો
અને હરો સંકટ સંતાપ
સુખ કરતા સમરથ ધમે
જપુ નિરંતર જાપ
રામા કહુકે રામદેવ
હીરા કહુકે નાથ
નર ને રણુજા વાળો ભેટિયા
તો નર થઈ ગયા ન્યાલ
હરજી હાલો દેવળે
પૂજવા રામા પીર
કોડીયા ના કોડ મટાડિયા
બાપ સાજા કરે શરીર
ભમ્મર ભાલો હાથમાં
ધરી ધરી ને હાથમાં તીર
એ એવા લીલુડે અસવાર થઈ
એ તમે આવજો રામા પીર
પ્રથમ પહેલા કોને સમરિયે
કોના લઈએ નામ
માત પિતા ગુરુ આપણા
લીજીયે અલખ પુરુષ ના નામ
કળશ માં કળા બિરાજે
અને નેજામાં વર્ષે નુર
દેવળ માં પીર પોતે બિરાજે
પીર મારો બેઠા છે જ્યોત સ્વરૂપ
ધજા દીઠે ધણી સાંભળે
એ દેવળ દીઠે દુઃખ જાય
દર્શન કરતા રામો પીરના
સઘળા પ્રાયશ્ચિત થાય
કોટે મોર ટહુકીયા અને
વાદળ ચમકી વીજ
મારા રૂદાને રાણો ભેટિયા
જોને આવી અષાઢી બીજ