04 પ્રાચિન ભજન સાખીઓ


કુટીલ હરદાના કાગ સંગત ક્યાં જઇને કરીએ;
વરતી વેરાગણ કરી મરત લોકમાં ફરીએ,

શબ્દ પારખું ભેટશે તે દી લેશે ભક્તિમાં ભાગ;
સવો કહે સંત હાલ્યા ગયા મરીને દીધા માગ.

વૃક્ષ એકજ સેંકડો ફળનું, જતન કરતું રહ્યું,
સેંકડો ફળથી જતન, એક વૃક્ષનું ના થતું

નિંદા કરે ખોટા જનો, તેથી કદી ડરવું નહિ,
ધારેલ સત્ય વિચારથી,પાછા કદી ફરવું નહિ

કોને ખબર કયારે મળે, પાછો જનમ માનવતણો,
માટે પ્રભુ ભકિત કરો, હજીએ સમય તમને ઘણો..

અસાર આ સંસારમાં, રમતાં બધાયે સ્વાર્થમાં,
આ દિવ્ય જીવન મેળવી તું, ગાળજે પરમાર્થમાં.

ન્હાયે-ધોયે કયા હુઆ, જો મનમેં મૈલ સમાય;
મીન સદા જલમેં રહૈ, ધોયે વાસ ન જાય..

કામ ક્રોધ મદ લોભકી, જબ લગ મનમેં ખાન,
તબ લગ પંડિત મૂર્ખહી, કબીર એક સમાન..

રાગ દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મ નીગ્રંથ;
થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ…..

પાપ કરતા વારીએ, ધર્મ કરતા હા;
બે મારગ બતલાવીએ, પછી ગમે ત્યાં જા..

શીદને મન ચિંતા કરે, નતનું કીધું થાયના;
ગમતું થાય ગોવિંદનું, તે જાણ્યું નવ જાય..

સાધૂ સતી ઔર સૂરમા, ઈનકી બાત અગાધ,
આશા છોડે દેહકી, તિનમેં અતિકા સાધ…

હૃદયા ભીતર આરસી, મુખ દેખા નહિ જાય;
મુખ તો તબહિ દેખિહૌ, જબ દિલકી દુબિધા જાય…

બિના ઊપાય કિયે કછુ, દેવ કબહૂ ન દેત;
ખેત બીજ બોયે નહિં, તો કયોં જામે ખેત…

યહ તન કાચા કુમ્ભ હૈ, લિયા ફિરૈ થે સાથ;
ટપકા લાગા ફૂટિ ગયા, કછૂ ન આયા હાથ…

સાધુ ઐસા ચાહિયે, જાકા પૂરન મન;
વિપતિ પડૈ છાંડે નહી, ચઢૈ ચૌગુના રંગ…

જો યહ એક ન જાનિયા, તો બહુ જાને કયા હોય;
એકૈ તે સબ હોત હૈ, સબ સો એક ન હોય…

કબીર ગર્વ ન કીજિયે, ચામ લપેટી હાડ;
એક દિન તેરા છત્ર શિર, દેગા કાળ ઊખાડ..

મન સબ પર અસ્વાર હૈ, મન કે હાથ ન પાવ;
જો મન પર અસ્વાર હૈ, સો વિરલા કોય…

તિમિર ગયા રવિ દેખતે, કુમતિ ગઈ ગુરુજ્ઞાન;
સુમતિ ગઈ અતિ લોભસે, ભકિત ગઈ અભિમાન…

દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ સંતાપ;
જહાં દયા વહાં ધર્મ હૈ, ક્ષમા વહાં હૈ આપ…

દેખો સબમેં રામ હૈ, એકહી રસ ભરપૂર;
જેસે ઊદ્બાસે સબ બના, ચીની, સક્કર, ગુર…

સુખમેં સુમિરન ના કરે, દુઃખ મેં કરે સબ કોય,
સુખમેં જો સુમિરન કરે, તો દુઃખ કાહેકો હોય?..

સાહેબ તેરી સાહેબી, સબ ઘટ રહી સમાય;
જયોં મેંદી કે પાતમેં, લાલી રહી છિપાય…

ફિકર સબનકો ખા ગઈ, ફિકર સબનકા પીર,
ફિકરકી જો ફાકી કરે, ઊસકા નામ ફકીર!..

પશુ તનકી પનહી બનત, નર તન કછુ ન હોય;
નર ઊત્તમ કરની કરે, નર નારાયણ હોય…

ચિત ચોખા મન નિર્મલા, બુદ્ધિ ઊત્તમ મન ધીર;
અબ ધોખા કહો કયોં રહૈ, સત્ગુરુ મિલે કબીર…

કબીરાકા ઘર દૂર હૈ, જૈસે પેડ ખજુર;
ચઢે તો ચાખે પ્રેમરસ, ગિરે તો ચકનાચૂર…

માયા સમ નહિ મોહિનિ, મન સમાન નહિ ચોર;
હરિજન સમ નહિ પારખી, કોઈ ન દીસે ઔર…

સાહેબકે દરબારમેં, સાંચે કો શિરપાવ,
જૂઠ તમાચા ખાયગા, કયા રંક કયા રાવ…

આયા હૈ સો જાયેગા, રાજા રંક ફકીર;
કોઈ સિંહાસન ચઢ ચલે, કોઈ બાંધ ચલે જંજીર…

બહુત ગઈ થોડી રહી, વ્યાકુલ મન મત હોય;
ધીરજ સબ કો મિત્ર હૈ, કરી કમાઈ મત ખોય…

તન પવિત્ર તીરથ ગયે, ધન પવિત્ર કર દાન;
મન પવિત્ર હોત તબ, ઊદય હોત ઊર જ્ઞાન…

ઊદર સમાતા અન્ન લે, તનહી સમાતા ચીર,
અધિક હિ સંગ્રહ ના કરૈ, ઊસકા નામ ફકીર…

સાધુ ખાવન કઠિન હૈ, જયોં ખાંડે કી ધાર;
ડગમગ તો ગિર પડે, નિશ્ચલ ઉતર પાર…

ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન મોક્ષ;
ગુરુ બિન લખે ન સત્તકો, ગુરુ બિન મિટે ન દોષ…

ધરતીકો કાગજ કરું, કલમ કરું બનરાય,
સાત સમુદર સ્શાહી કરું, હરિગુન લિખ્શો ન જાય…

લાલી મેરે લાલ કી, જિત દેખું તિત લાલ;
લાલી દેખન મૈં ગઈ, મૈં ભી હો ગઈ લાલ…

સોબત સેં સુધર્યા નહિ, વાકા બડા અભાગા;
સોના કેરે પિંજરમેં, રહા કાગ કા કાગ…

ઉંચે ઉંચે સહુ ચડે, નીચું વહે ન કોય;
નીચું નીચું જો વહે, ધુ્રવથી ઉંચે હોય…

લિખના, પઢના, ચાતુરી, યે સબ બાતેં હોય;
કામ દહન, મન વશ કરન, ગગન ચઢન મુશ્કેલ…

જાત ન પૂછિયે સાધુ કી, પૂછ લિજિયે જ્ઞાન;
મોલ કરો તલવાર કા, પડા રહન દો મ્યાન…


Leave a Reply

Your email address will not be published.