101 આપણી કમાયું આપણે જાળવો


આપણી કમાયું આપણે જાળવો
નુગરા ભલે ને લુટાય વીરા મારા રે

રેણીના રખોપે રે ધરમ શીર ધારવો
કરણીથી સુધરી લેજો કાજ વીરા મારા રે

વાતુ રે કરે વડાં નહી નીપજે
માથે છે મરણ કેરી ઘાત વીરા મારા રે

નર રે અધુરાથી આરત નવ કીજીયે
એતો તનમાં ઉપજાવે તાપ વીરા મારા રે

પામરથી પ્રીતુ રે કદી નવ કીજીયે
સમજીને રહીયે ત્યાંથી છેટા વીરા મારા રે

સાચાથી સ્નેહ એતો સુખ સાયબી
ત્યાં અરસ પરસ દીલ દઈએ વીરા મારા રે

દાસ રે “બળદેવ” એમ દાખવે
રાખજો ગુરુ ચરણમાં ચિત વીરા મારા રે


Leave a Reply

Your email address will not be published.