રામધૂન લાગી ભજનધૂન લાગી
જીયો રે એ કબીરા અમને રામધૂન લાગી
વન કેરી સંગતું માં લીમડા બીગડીયાં
લીમડા બીગડીયાં ગુરુજી ચંદન નીપજ્યા
જીયો રે એ કબીરા…
પાણી કેરા સંગમાં પથરા બીગડીયાં
પથરા બીગડીયાં માય થીં હિરલા નીપજ્યા
જીયો રે એ કબીરા…
છાશ કેરી સંગતું માં ભાઈ દુધડા બીગડીયાં
દુધડા બીગડીયાં માય થીં ગોરસ નીપજ્યા
જીયો રે એ કબીરા…
ગુણકાં ની સંગતું માં કબીરા બીગડીયા
કબીરા બીગડીયા માય થીં સંત નીપજ્યા
જીયો રે એ કબીરા…
કહેત કબીરા સુનો ભાઈ સાધુ
આપે મુવાલો પછી કુળ નહઈ દુનીયા સુધર્યા
જીયો રે એ કબીરા…