સુદામો ક્રુષ્ણજીને કહે છે,કે
ભાઇબંધી મારી ભૂલમાં રે
પહેરવા નથી પોતડી ને,દળવા નથી દાણા.
ઓઢ્યા વિનાના પડયાં છે ઉઘાડાં,
બાળક નાનાં ધૂળમાં રે. સુદામોજી….
સોવા નથી સૂપડું ને જોવા જેવું છે ઝૂંપડુ,
વા’લા તારે સવારે ઊઠીને,
નિત ખાવા ચોળેલા ચૂરમા રે. સુદામોજી….
એક રે ઘડીએ આપણે,નોખાં નોખાં નો’તા પડતાં,
આ તો જુગોજુગ વિત્યા રે,
સામું ન જોયું તેં શામળા રે. સુદામોજી….
‘પીંગળશી’ કહે પ્રભુ,હવે બધી આળસ ઉડાડી,
લંગોટીયા ભેરુની ખબરું લેજે,
કારમી તું પાક્યો કુળમાં રે. સુદામોજી…..