17 પુછો પુરા પંડિતોને પુછો શેખ સંન્યાસીને


પુછો પુરા પંડિતો ને,
પુછો શેખ સંન્યાસી ને
આ નિજ ના ગુરુ કોણ છે

જમીન કેરી જાત કોણ,
આસમાન કેરા ઘાટ કોણ
ગગન બારે મેધ ગરજે,
ઇ રે દેવતા કોણ છે
પુછો પુરા

ધાર માયલી ઢાલ કોણ
ઢાલ માયલી ધીરજ કોણ
ધીરજ મા તમે માળા ફેરવો,
ઈ રે અજંપા કોણ છે
પુછો પુરા

કાંતનવાલી કા સુતર કોણ,
વાંજણી કા પુતર કોણ
કાંતનવાલી તમે જુઠા ન બોલો,
ઈ રે નુગરા કોણ છે
પુછો પુરા

ભામીની કેરા ભેદ કોણ,
શીવજી કેરા વેદ કોણ
અંગ મા અખંડ જયોતિ બીરાજે
ઈ રે દેવતા કોણ છે
પુછો પુરા

ભણે રામો લખે નામો,
સંતો તમે સાંભળો
બોલ્યા પીર રામદેવ,
ખોજણહારા કોઈ સંત છે
પુછો પુરા


Leave a Reply

Your email address will not be published.