01 ગુરુ આજ તમ આવ્યે રે મારે અજવાળું


અજવાળું, હવે અજવાળું
ગુરુ આજ તમ આવ્યે રે મારે અજવાળું.

સતગુરુ શબ્દ જ્યારે શ્રવણે સુણાવ્યો,
ભેટ્યા ભીમ ને ભાંગ્યું ભ્રમનું તાળું.
ગુરુ આજ તમ આવ્યે રે

જ્ઞાન ગરીબી, સંતની સેવા,
પ્રેમભક્તિનો સંગ હવે પાળું.
ગુરુ આજ તમ આવ્યે રે

ખીમ ને ભાણ રવિ રમતા રામા, તે
જ તત્વમાં ગુરુ, તમને ભાળું.
ગુરુ આજ તમ આવ્યે રે

દાસી જીવણ સત ભીમનાં ચરણાં,
અવર દુજો ધણી નહીં ધારું.
ગુરુ આજ તમ આવ્યે રે


Leave a Reply

Your email address will not be published.