15 ડો દિના જીવન સારું મરી જાવું


ડો દિના જીવન સારું મરી જાવું,
મત કરી મારૂ અને તમારું

ઇ માલને રેઢો ન જાણશો
જેને વાસે છે લોયું વાર
જમરા આવશે જીવને લેવા,
તઈ તાગું નીકળશે તારું.

ઊંચી-ઉધરા કરતો કર્યો
દિલ દીધું નહીં તારું.
નવા ને જન ભેગા થયા
હવે સમજાય તો ઘણું સારું

ચોઈ દિશેથી સળગાવી દીધું,
તળ તપાસને તારું
કાઢવું હોયતો કાઢી લેજો
બળતમાંથી બાર

ઠાકરના કોરનું ઠીક કરી રાખો,
મટે માયલું અંધારું
દાસીજીવણ સતભીમને ચરણે,
મારો સાયબો કરે ઘણું સારું


Leave a Reply

Your email address will not be published.