જા સોહાગણ જા સોહાગણ
ઑ ઘરે સરેલ વાસા
સુગરા હોય સો ભરભર પીવે
નુગરા જાય પિયાસારે
ગગનમાં જ્યોત જલતહે જાય..
કોટિક ચંદા જગમગે,
માય કોટિક ઊગ્યા સુર
કોટિક દિપક દેખાઈને,
સતગુરુ પાયા હજૂર રે
ગગનમાં જ્યોત જલતહે જાય..
અનહદ વાજાય ઑ ઘર વાગે,
શોભા બની છે સારી
નૂરતે સુરતે ઑ ઘર ન્યાલો,
ત્રિવેણી એક તારી રે
ગગનમાં જ્યોત જલતહે જાય..
એકસે આયા દૂજે સમાયા,
તિસરા ઘરકો પાયા
દાસી જીવણ સત્ત ભીમને ચરણે,
ગુરુ મુખ ભેદ બતાવ્યો રે
ગગનમાં જ્યોત જલતહે જાય..