જ્ઞાની તુંતો લેને ગગનીયામાં ગોતીરે,
તકીયામાં ઝલમલ ઝલકે જયોતિ.
નાભી કમળસે નાવ ચલતહે,
જીરે તીયાં તપીયો બેઠો એક તંતીરે.
તકીયામાં ઝલમલ
ઇંગલા ને પીંગલા સુખમન ઉપરે,
અખંડ આરતી પણ હોતીરે.
તકીયામાં ઝલમલ
ઈ ગંમ તો કોઈ વી૨લા જાણે,
ત્યાં આવી મળ્યા છે અજાતી રે.
તકીયામાં ઝલમલ
દાસીજીવણ ભીમ કેરા ચ૨ણાં,
મેરમ મળીયા સાચું મોતીરે.
તકીયામાં ઝલમલ