20 નામ ભજન બિન નહિ નિસ્તારા


નામ ભજન બિન નહિ નિસ્તારા,
જાગ જાગ મન ક્યું સોતા ?
જાગૃત નગરી ચોર ન લૂંટે,
જખ મારેગા જમદૂતા…

જપ કર તપ કર કોટિ યજ્ઞ કર,
કાશી જઈ કરવત લેતા;
મૂવા પછી જીવને મુક્તિ ન મળે,
રણમાં સરજે જણભૂતા.

જોગી હોકર જટા વધારે,
અંગ લગાવે ભભૂતા;
દમડી કારણ દેહ જલાવે,
જોગી નહિ પણ જગધૂતા.

જા કી સુરતા લાગી સાહેબ સે,
કામ, ક્રોધ ગરદન દેતા;
અધર તખત પર આસન રાખતા,
સોઈ જોગી હૈ અબધુતા.

સૂતા સો નર ગયા ચોરાશી,
જાગ્યાતે તો જગ જીત્યા;
દાસી જીવણ સત્ ભીમને ચરણે,
અનુભવી કોઈ પહોંચ્યા.


Leave a Reply

Your email address will not be published.